HomeGujaratહળવદના નવા અમરાપર ગામે ખેડૂત પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

હળવદના નવા અમરાપર ગામે ખેડૂત પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

હળવદ તાલુકાના નવા અમરાપર (ગણેશપુર) ગામની સીમમાં જૂની તકરારને લઈને ચાર શખ્સોએ એક ખેડૂત પર હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં લોખંડના ધારિયા, પાઈપ અને લાકડાના ધોકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મળતી વિગતો મુજબ, નવા અમરાપર (ગણેશપુર) ગામની સીમમાં રહેતા પ્રકાશભાઈ ભુપતભાઈ સુરેલા પર આ હુમલો થયો હતો. ઘટનાની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે પ્રકાશભાઈ ના ભાઈની દીકરી શેરીમાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન મેરા ત્રિભોવન અદગામા બેફામ રીતે મોટરસાઇકલ ચલાવીને ત્યાંથી પસાર થયો હતો. આ બાબતે ફરિયાદીના ભાઈએ તેને વાહન ધીમેથી ચલાવવા અને બિનજરૂરી ઝઘડો ન કરવા સમજાવ્યો હતો.

જોકે, આ વાતનો ખાર રાખીને ત્રિભોવન દેવા અદગામા, મેરા ત્રિભોવન અદગામા, લાલજી કાના અદગામા અને વિક્રમ રવજી અદગામા ચારેય શખ્સો પ્રકાશભાઈની વાડીએ ધસી આવ્યા હતા. ત્યાં પહોંચીને આરોપીઓએ ઉશ્કેરાઈને ગાળો આપી હતી અને ‘તારે બહુ હવા આવી ગઈ છે, અમારા છોકરાને કેમ ઠપકો આપે છે?’ તેમ કહી હુમલો શરૂ કર્યો હતો.

આ દરમિયાન ત્રિભોવન અદગામાએ પ્રકાશભાઈને લોખંડના ધારિયાથી નાક અને જમણા હાથના બાવડાના ભાગે ઘા માર્યા હતા. જ્યારે મેરા અને લાલજીએ લોખંડના પાઈપ વડે તથા વિક્રમે લાકડાના ધોકાથી માર માર્યો હતો. હુમલામાં પ્રકાશભાઈને બંને હાથ અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલાખોરોએ જતા સમયે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે પ્રકાશભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW