HomeGujaratટંકારા-અમરાપર રોડ પર રીક્ષાની ટક્કરે બાઇક ચાલકનું મોત

ટંકારા-અમરાપર રોડ પર રીક્ષાની ટક્કરે બાઇક ચાલકનું મોત

ટંકારા તાલુકાના નવા અમરાપર ગામે રહેતી કમળાબેન અરવિંદભાઈ મકવાણાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં GJ-03-BU-8635 નંબરના રીક્ષા ચાલક યાકુબભાઈ અલીભાઈ બાદી સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ અરવિંદભાઈ મકવાણા પોતાના મોટરસાયકલ નંબર GJ-03-DB-8950 લઈને ટંકારા તરફથી અમરાપર જઈ રહ્યા હતા, ત્યારે ટંકારા-અમરાપર રોડ પર સામેથી આવી રહેલી રીક્ષા નંબર GJ-03-BU-8635ના ચાલક યાકુબભાઈએ બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં અરવિંદભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ બાદ રીક્ષા ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW