HomeGujaratમોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી ત્રાજપર ચોકડીથી ઝડપાયો

મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી ત્રાજપર ચોકડીથી ઝડપાયો

મોરબી એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પોલીસને માહિતી મળી હતી કે, મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિતેષભાઈ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઈ મુંધવાર (રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, તા. જી. મોરબી) ત્રાજપર ચોકડી નજીક હાજર છે. આ માહિતીના આધારે પોલીસે વિસ્તારમાં વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન આરોપી મળી આવતા તેને મોરબીની જૂની એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW