HomeGujaratટંકારા તાલુકાના સાવડી ગામમાં પંચાયતના જર્જરિત ક્વાર્ટર ધરાશાય

ટંકારા તાલુકાના સાવડી ગામમાં પંચાયતના જર્જરિત ક્વાર્ટર ધરાશાય

ટંકારા તાલુકાના સાવડી ગામમાં આજે વહેલી સવારે આશરે 4 વાગ્યાના સમયે ગ્રામ પંચાયતના બે જર્જરિત ક્વાર્ટર અચાનક ધરાશાય થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ધડાકો સંભળાયો હતો. આ ઘટનામાં નજીક આવેલા એક મકાનને પણ નુકસાન પહોંચ્યું છે. સદનસીબે ઘટના વહેલી સવારે બનતાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આ બનાવ દિવસ દરમિયાન બન્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

ગામલોકોના જણાવ્યા અનુસાર હજુ પણ ચાર જર્જરિત ક્વાર્ટર ઊભા છે, જે કોઈપણ સમયે ધરાશાય થઈ શકે તેવી સ્થિતિમાં છે. જેના કારણે આસપાસ રહેતા પરિવારોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા દોઢ વર્ષથી આ જર્જરિત ક્વાર્ટરો અંગે સરપંચ તેમજ તલાટીને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તલાટીએ તાલુકા અને ત્યારબાદ જિલ્લા કચેરીમાં દરખાસ્ત મોકલ્યાનો દાવો કર્યો હતો, છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ ઘટનાના પગલે ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને બાકીના જોખમી ક્વાર્ટરોને તાત્કાલિક દૂર કરી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW