HomeGujaratમોરબીના જુનાં ઘુંટુ રોડ પરથી કારમાંથી ₹6.13 લાખના દારૂ સાથે એક શખ્સ...

મોરબીના જુનાં ઘુંટુ રોડ પરથી કારમાંથી ₹6.13 લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, ટાટા કંપનીની હેરીયર કાર (રજી. નં. GJ-03-MB-5847)માં અંગ્રેજી દારૂ ભરેલો છે અને તે હળવદથી જુના ઘૂંટુ રોડ મારફતે મોરબી તરફ આવી રહી છે. આ માહિતીના આધારે પોલીસે જુના ઘૂંટુ રોડ પર સ્મશાન પાસે વોચ ગોઠવી વાહનને રોકી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન કારમાં એક વ્યક્તિ બેઠેલો જોવા મળ્યો હતો. વાહનની પાછળની સીટ અને ડેકીમાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની 180 મી.લી.ની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની કુલ 1,776 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 6,13,200 ગણવામાં આવી છે. ઉપરાંત, બે મોબાઇલ ફોન (રૂ. 65,000) અને હેરીયર કાર (રૂ. 5,00,000) સહિત કુલ રૂ. 11,78,200 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

આ મામલે પોલીસે તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયા (રહે. ન્યુ સાગર સોસાયટી, શેરી નં. 08, કોઠારીયા મેઇન રોડ)ને ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂ સપ્લાય કરનાર અજાણ્યા શખ્સ અને માલ મંગાવનાર સિરાજભાઈ રજાકભાઈ લીંગડીયા (રહે. ગાંધી સોસાયટી, શેરી નં. 02, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW