HomeGujaratરાષ્ટ્રવીર રણછોડદાસ પગી અને સ્વ. પરબતભાઈ રબારીના નામકરણને શ્રી વડવાળા યુવા સંગઠને...

રાષ્ટ્રવીર રણછોડદાસ પગી અને સ્વ. પરબતભાઈ રબારીના નામકરણને શ્રી વડવાળા યુવા સંગઠને હર્ષભેર કર્યા વધામણાં

રબારી સમાજની લાગણી અને માગણીને માન આપી નામકરણની પહેલ બદલ મોરબી મનપાનો જાહેર આભાર વ્યક્ત કર્યો

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસેના સર્કલને રાષ્ટ્રવીર રણછોડદાસ પગીનું નામ આપવા તથા ન્યૂ હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગને રબારી સમાજના અગ્રણી લોકસેવક સ્વ. પરબતભાઈ રબારીનું નામ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ બંને નામકરણની પહેલને શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા હર્ષભેર વધાવી લેવામાં આવી છે. ખાસ કરીને રબારી સમાજની લાગણી અને લાંબા સમયથી વ્યક્ત થતી માગણીને ધ્યાને લઈને સ્વ. પરબતભાઈ રબારીના નામે માર્ગનું નામકરણ કરવાની દરખાસ્ત બદલ સંગઠને મોરબી મહાનગરપાલિકાનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે.

શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવીર રણછોડદાસ પગીનું જીવન દેશભક્તિ, સાહસ અને રાષ્ટ્રસેવાનું પ્રેરક ઉદાહરણ છે, જ્યારે સ્વ. પરબતભાઈ રબારીએ લોકસેવા, સમાજહિત અને માનવતાના ક્ષેત્રે આપેલું યોગદાન હંમેશાં યાદગાર રહેશે. આવા મહાનુભાવોનાં નામ જાહેર સ્થળો સાથે જોડાય તે ગૌરવની વાત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રબારી સમાજની લાગણી અને માગણીને માન આપીને સ્વ. પરબતભાઈ રબારીના નામે મુખ્ય માર્ગનું નામકરણ કરવાની દરખાસ્ત લાવવામાં આવી છે, તે બદલ મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અભિનંદનને પાત્ર છે. સમાજના લોકસેવકને જાહેર સ્તરે સન્માન આપવાની આ પહેલથી રબારી સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે. આ નિર્ણય સમાજની લાગણીઓ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.

ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, મહાનુભાવોના નામે માર્ગો અને સર્કલનું નામકરણ કરવું એ માત્ર નામફલક પૂરતું સીમિત નથી, પરંતુ તેમના જીવનકાર્યો અને મૂલ્યોને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. રાષ્ટ્રવીર રણછોડદાસ પગીની રાષ્ટ્રભક્તિ અને સ્વ. પરબતભાઈ રબારીની લોકસેવાની ભાવના નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.

શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક ડૉ. દેવેન રબારી સહિત સમગ્ર ટીમે તથા સમગ્ર રબારી સમાજ બંને નામકરણની દરખાસ્તોને આવકારી મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેને મંજૂરી મળે તેવી આશા વ્યક્ત કરી છે. સાથે જ રબારી સમાજની લાગણીને માન આપી સ્વ. પરબતભાઈ રબારીના નામકરણની દરખાસ્ત કરવા બદલ મોરબી મહાનગરપાલિકાનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW