HomeGujaratમોરબીમાં ‘ખેલ મહાકુંભ-2026’ અંતર્ગત રમતવીરોનો ઉત્સાહ; બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓમાં ખેલાડીઓએ...

મોરબીમાં ‘ખેલ મહાકુંભ-2026’ અંતર્ગત રમતવીરોનો ઉત્સાહ; બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓમાં ખેલાડીઓએ બતાવ્યું શ્રેષ્ઠ કૌશલ્ય

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલ મહાકુંભ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા કક્ષા તથા મોરબી ગ્રામ્ય જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ હેઠળ રમતવીરો માટે કુલ 24 જેટલી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહાકુંભ અંતર્ગત મોરબી ખાતે બેડમિન્ટન, વોલીબોલ અને કરાટે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને જુસ્સો દર્શાવતા મોરબી જિલ્લાના યુવા રમતવીરોએ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બેડમિન્ટનના કોર્ટ પર શટલની રફતાર, વોલીબોલના મેદાન પર ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને કરાટેમાં ખેલાડીઓની અનુશાસિત માર્શલ આર્ટ્સ ક્ષમતાએ ઉપસ્થિત તમામ ખેલપ્રેમીઓ અને આયોજકોના દિલ જીતી લીધા હતા.

મોરબી જિલ્લાના યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા અને તેમને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવાની તક પૂરી પાડવા માટે ખેલ મહાકુંભ એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW