HomeGujaratમોરબીમાં બંધ કારખાનામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, રૂ. 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં બંધ કારખાનામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, રૂ. 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબીના પંચાસર રોડ પર શિવમ હોલ પાછળ આવેલા સાગર પ્લાસ્ટિક નામના બંધ કારખાનામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ઝડપાઈ છે. સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘરવપરાશના ગેસ સિલિન્ડરમાંથી અન્ય કોમર્શિયલ અને નાના સિલિન્ડરોમાં જોખમી રીતે ગેસ ભરવાની કામગીરી ઝડપી પાડી હતી. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

પોલીસ તપાસમાં પ્રવીણભાઈ મનસુખભાઈ સારલાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે. આરોપીઓ ઘરવપરાશના ગેસ સિલિન્ડરમાંથી ગેસ ટ્રાન્સફર કરી ગ્રાહકોને ઓછો ગેસ ધરાવતા બાટલા આપતા હોવાની વિગતો સામે આવી છે. આ પ્રકારની પ્રવૃત્તિથી મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા પણ હતી.

દરોડા દરમિયાન પોલીસે વિવિધ કંપનીના ભરેલા અને ખાલી સિલિન્ડરો, ઇલેક્ટ્રિક મોટર, વજનકાંટો, હિસાબી ચોપડા, બિલ, વાહનો, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 2,46,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગુનો નોંધી આ સમગ્ર ગેસ રિફિલિંગ કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW