મોરબીના રફાળેશ્વર ગામમાં એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દીપકભાઈ નામના શખ્સના રહેણાંક મકાનમાંથી 1 કિલો 345 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. 67,250 થાય છે, તે જપ્ત કર્યો છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન ગાંજાના જથ્થા ઉપરાંત વજનકાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 73,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે દીપકભાઈની અટકાયત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ તપાસમાં ગાંજાનો જથ્થો પૂરો પાડનાર ઇરફાન સંધીનું નામ સામે આવ્યું છે. જોકે, તે સ્થળ પરથી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


