HomeGujaratમોરબીમાં અગાઉના અપહરણના કેસનો ખાર રાખી વેપારીને ફરી ધમકી, એક શખ્સ સામે...

મોરબીમાં અગાઉના અપહરણના કેસનો ખાર રાખી વેપારીને ફરી ધમકી, એક શખ્સ સામે ફરિયાદ

મોરબીના ત્રાજપાર વિસ્તારની મયુર સોસાયટીમાં રહેતા અને પીપળી રોડ પર મોબાઇલની દુકાન ચલાવતા અમરતસિંહ ભુરો ઉર્ફે ભુરજી સોઢાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ભગીરથ રતિલાલ ઠોરીયા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આશરે ત્રણ મહિના અગાઉ આરોપીએ ખંડણીની માંગણી કરી ફરિયાદીનું અપહરણ કર્યાનો બનાવ બન્યો હતો, જેના સંબંધમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદનો ખાર રાખી આરોપીએ ફરીથી અમરતસિંહ સોઢા તથા તેમના ભાઈ નરસિંહ સોઢાને ફોન કરી પૈસા ક્યારે આપવાના છે તે બાબતે ધમકીઓ આપવી શરૂ કરી હતી. આરોપી દ્વારા સતત ધાકધમકી આપી ઉઘરાણી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW