HomeGujaratવાંકાનેરમાં NDPS ગુનાનો નાસતો-ફરતો આરોપી મહેસાણાથી ઝડપાયો

વાંકાનેરમાં NDPS ગુનાનો નાસતો-ફરતો આરોપી મહેસાણાથી ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડને મળેલી ખાનગી બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી), 27(બી) અને 29 હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી સંજય ઉર્ફે ફલ્લો મુસ્તાફભાઈ ઉર્ફે રાજુભાઈ પટણી (રહે. ગુલાબનગર, પાણીના ટાંકા સામે, કડી, જી. મહેસાણા) હાલ કડી ખાતે હાજર હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાતમીના આધારે પોલીસ ટીમે કડી પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેને કસ્ટડીમાં લઈ મોરબી એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં એન.ડી.પી.એસ.ના ગુના અંગે પૂછપરછ કરતા તેણે પોતે આ ગુનામાં વોન્ટેડ હોવાનું અને પકડાઈ જવાના ભયથી લાંબા સમયથી ફરાર હોવાની કબૂલાત કરી હતી.

ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW