HomeGujaratપોપટ સોરઠીયા મર્ડર કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર

પોપટ સોરઠીયા મર્ડર કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર

પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન જેલ ની સજા કાપી રહ્યા હતા તે દરમિયાન જેલ અધિક્ષક દ્વારા તેમને જેલમાંથી મુક્ત કરવા હુકમ કરતા તેમને છોડી દેવાયા હતા જોકે આ મુદો ફરી હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે જેલ મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતોજોકે મુદત વીતવા છતાં તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા  દરમિયાન  રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે.જોકે તેઓને 18 તારીખે કોર્ટમાં હાજર થવાની તારીખ હતી અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપવામાં આવ્યો છે, જોકે ફરી આ સ્ટે હટાવી લેવાયો હતો.

અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પિટિશન (ક્રિમિનલ) રજૂ કરી હતી, જે બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની બેચ સમક્ષ આ લીવ પિટિશનની સુનાવણી થઈ હતી.

22 ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયાંમાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો

 

અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે.અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે.અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW