HomeGujaratહળવદમા ઉભાં કરાયેલા તમામ પતંગના સ્ટોલ બિનઅધિકૃત - ચિફ ઓફીસર

હળવદમા ઉભાં કરાયેલા તમામ પતંગના સ્ટોલ બિનઅધિકૃત – ચિફ ઓફીસર

મકરસંક્રાંતિ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બજારમાં અવનવાં પતંગો દોરાની રીલ,ફિરકાઓ, જુદા જુદા માસ્ક સહિતની ચીજવસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ હળવદ શહેરમાં જુદાં જુદાં વિસ્તારમાં બિલાડીને ટોપની માફક ઉભા કરેલા પતંગના સ્ટોલ માટે નગરપાલિકાની મંજૂરી વગર ખડકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

હળવદ શહેરમાં સરા નાકા, રાણેકપર ચોકડી,બસ સ્ટેન્ડ રોડ પર, નગરપાલિકા કચેરી પાસે,સરા રોડપર તેમજ અલગ અલગ જગ્યાએ બિલાડીને ટોપની માફક માચડાઓ ખડકીને પતંગના સ્ટોલ ઊભા કરી દેવામાં આવ્યા છે જેમાં ફિરકાઓ દોરી તેમજ ભારે અવાજ કરતા અવનવા ભોપુડાઓ જોવા મળે છે જોકે હળવદ શહેરમાં વિવિધ જગ્યાએ ખડકાયેલા માટે નગરપાલિકાની અરજીઓ કરી નહીં હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે વધુ જાણકારી માટે નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરીયાને ટેલીફોનીક પુછતા જણાવ્યું હતું નગરપાલિકા કચેરીમાં કોઈ અરજી આવી નથી જેથી તમામ બિનઅધિકૃત હોવાનું સામે આવ્યું છે ત્યારે હળવદ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકને અડચણરૂપ થતા માચળા હટાવવાની જવાબદારી કોની ? અને હટાવવામાં આવશે કે કેમ આ તમામ સવાલો હાલમાં ઉઠ્યા છે ત્યારે તંત્ર આળસ મરડી નક્કર કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW