HomeGujaratખરેડાની સીમમા 4વર્ષના બાળક પર શ્વાનનો હુમલો ,બાળકનું મોત

ખરેડાની સીમમા 4વર્ષના બાળક પર શ્વાનનો હુમલો ,બાળકનું મોત

છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ મોરબીના ખરેડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કરતા અરવિંદભાઈ રાઠવાનો 4 વર્ષનો પુત્ર અવિનાશ વાડીમાં રમી રહ્યો હતો. આ દરમિયાન એક શ્વાને માસૂમ અવિનાશ પર હિંસક હુમલો કરી દીધો હતો.બાળકની ચીસો સાંભળી નજીકમાં જ કામ કરી રહેલા તેના પિતા દોડી આવ્યા હતા. તેમણે શ્વાનના મોંઢા માંથી પોતાના  દીકરાને છોડાવવા માટે ભારે તરફડિયાં માર્યા હતા અને ભારે જહેમત બાદ બાળકને છોડાવ્યો હતો. શ્વાનનો આ હુમલો એટલો ગંભીર અને હિંસક હતો કે ગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તરફડતા બાળકે પિતાની નજર સામે જ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. પોતાની નજર સામે જ પુત્રનું મોત થતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ બાદ બાળકના મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
આ કરૂણ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાદમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW