HomeGujaratમોરબીમાં 100 થી વધુ પાટીદાર યુવાનો સ્વ રક્ષણ માટે રિવોલ્વર લાયસન્સ માગશે

મોરબીમાં 100 થી વધુ પાટીદાર યુવાનો સ્વ રક્ષણ માટે રિવોલ્વર લાયસન્સ માગશે

મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને પોલીસનો જાણે આવા લુખ્ખા તત્વો અને આવા વ્યાજખોરો પર કોઈ અંકુશ ન હોય તેમ હોય દિન પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યા હોવાનો અને કેટલાક કિસ્સામાં અધિકારી પણ ગુનેગારો સાથે સાંઠગાઠ કરી સમાધાન કરાવવા દબાણ થતા હોય છે તેવા આક્ષેપ પાટીદાર યુવા સંગઠનના અધ્યક્ષ મનોજ પનારાએ કર્યો હતો અને આ કારણથી મોરબીમાં આવતીકાલે પાટીદાર સમાજના યુવાનો સ્વ રક્ષણ માટે 100થી વધુ યુવાનો હથીયાર લાયસન્સ ની માગ સાથે કલેકટર કચેરીએ પહોચશે.

મોરબી જિલ્લા વ્યાજખોરો રોમિયો ગીરી કરતા તત્વો, એન કેન રીતે પાટીદાર સમાજના યુવાનને ફસાવી તેની પાસેથી રૂપિયા પડાવવા જો રૂપિયા આપવા પરિવાર સક્ષમ ન હોય તો વ્યાજના વિષચક્રમાં ફસાવવાની ઘટના દિન પ્રતિદિન વધી રહ્યો છે,
મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો ધંધા વ્યવસાય કે હોસ્પિટલના કામ માટે પાટીદાર યુવાનો દ્વારા વ્યાજે રૂપિયા લીધા બાદ જાણે વ્યાજખોરોને સોનાની મરઘી મળી ગઈ હોય તેવી સ્થિતિ બની છે
વ્યાજ ખોરો દ્વારા આડેધડ વ્યાજ વસુલતા હોય છે જો કોઈ કારણસર વ્યાજે રૂપિયા લેનાર યુવક કોઈ કારણ વ્યાજ માં મોડું થાય અથવા મુદલ અને વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં એન કેન પ્રકારે તેમને ફસાવવામાં આવે છે અને તેના વાહનો કોરા ચેકમાં સહીઓ લઇ ચેક બુક પડાવી લેવા સહિતની ઘટના બને છે આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં યુવકને ધમકાવી માર મારવાની ઘટના પણ બનતી હોય છે. સતત આવી ઘટના વધતા ખુદ યુવાનોને પોતાના રક્ષણ કરવાની ફરજ પડી હોય તેવી સ્થિતિ બની છે
અને તેના કારણે તાજેતરમાં પાટીદાર યુવા સેવા સંઘની સ્થાપના કરવામાં આવી છે અને તેઓ દ્વારા પાટીદાર સમાજના યુવાન યુવતીને આવા વ્યાજ ખોરો રોમીયોગીરી કરતા તત્વોથી બચાવવાનું બીડું ઉઠાવ્યુ છે અને એના ભાગરૂપે આવતીકાલે 100 જેટલા યુવાનો જીલ્લા કલેકટર કચેરીએ પહોચશે અને સ્વ રક્ષણ માટે હથીયારનું લાયસન્સ મેળવવા અરજી કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW