HomeGujaratમોરબીમાં ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

મોરબીમાં ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ અને વાહનચોરીના ગુનાઓ ઉપરાંત મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, કમલસિંગ ઉર્ફે ભાયો કેલસિંગ અલાવ (ઉંમર 34 વર્ષ), રહે. બોગાલી નરવાલી, તા. ફકસી, થાણા-ટાડા, જી. ધાર, મધ્યપ્રદેશ, ઘરફોડ અને વાહનચોરીના ગુનાઓમાં પોલીસને વોન્ટેડ હતો અને છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો હતો. આરોપીને ઝડપી પાડવા માટે મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, ફરાર આરોપી બરવાળા ગામના બસ સ્ટેન્ડ નજીક હાજર છે.

આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની અટકાયત બાદ તેની સામે નોંધાયેલા ગુનાઓ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW