HomeGujaratમોરબીના લૂંટાવદર નજીક કારખાનામાં તસ્કરોનો હાથફેરો, રૂ.4.25 લાખના કોપર વાયરની ચોરી

મોરબીના લૂંટાવદર નજીક કારખાનામાં તસ્કરોનો હાથફેરો, રૂ.4.25 લાખના કોપર વાયરની ચોરી

મોરબી તાલુકાના લૂંટાવદર ગામની સીમમાં આવેલા ‘ક્યોર અર્થ’ નામના ડિસ્પોઝલ ડીશ બનાવવાના કારખાનામાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરો રાત્રિના સમયે કારખાનામાં ઘૂસી મશીનો અને પેનલ બોર્ડમાં લગાવવામાં આવેલા કિંમતી કોપરના વાયર કાપી લઈ ગયા હતા. ચોરીમાં કુલ રૂ.4.25 લાખની મત્તા ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે કારખાનાના માલિક રાજેન્દ્રભાઈ મનજીભાઈ બાવરવાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તસ્કરોએ કારખાનાના શેડમાં અંદર પ્રવેશ મેળવી શટર ખોલી પેનલ બોર્ડ તેમજ મેન્યુફેક્ચરિંગ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ મશીનોમાંથી અલગ-અલગ સાઈઝના કોપર કેબલ કાપી કાઢ્યા હતા.

તસ્કરો આશરે 1776 ફૂટ જેટલા કોપર વાયર લઈ ફરાર થઈ ગયા હતા, જેની અંદાજિત કિંમત રૂ.4,25,000 હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW