HomeGujaratમોરબીના વનાળીયા ગામની સીમમાંથી રૂ. 10 હજારના કોપર વાયરની ચોરી

મોરબીના વનાળીયા ગામની સીમમાંથી રૂ. 10 હજારના કોપર વાયરની ચોરી

મોરબી તાલુકાના વનાળીયા ગામની સૈડવા પાટી સીમમાં નદીના પટ નજીક આવેલા ખેતરોમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ સબમર્સિબલ પાણીની મોટરના કોપર વાયર ધારદાર હથિયાર વડે કાપી ચોરી કરી જતા ખેડૂતોને નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ વનાળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા સુમારભાઈ જુસબભાઈ સુથા (ઉ.વ.60)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સૈડવા તરીકે ઓળખાતી સીમમાં ખેતરોના પિયત માટે નદીના પટમાં મૂકવામાં આવેલી પાણીની મોટરના કોપર કેબલ તેમજ ગામની દરગાહની બહાર આવેલી મોટરના કોપર વાયર તસ્કરોએ મોટરના મૂળ ભાગેથી કાપી નાખ્યા હતા.

તસ્કરો કુલ 147 મીટર જેટલો કોપર વાયર, જેની અંદાજિત કિંમત રૂ.10,290 થાય છે, ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW