HomeGujaratટંકારા નજીક ટ્રાવેલ્સની બસે ચાલીને જતા આધેડને હડફેટે લેતા ગંભીર ઈજા

ટંકારા નજીક ટ્રાવેલ્સની બસે ચાલીને જતા આધેડને હડફેટે લેતા ગંભીર ઈજા

ટંકારા તાલુકાના ઓટાળા ગામ પાસે ટંકારા-લતીપર હાઈવે પર બેફામ ઝડપે દોડી રહેલી ક્રિષ્ના ટ્રાવેલ્સની બસે રસ્તા પરથી ચાલીને જઈ રહેલા આધેડને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસની ટક્કરથી આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ઈજાગ્રસ્તના પુત્રએ બસચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, ઓટાળા ગામે જૂની પ્રાથમિક શાળા પાસે રહેતા વિપુલભાઈ શાંતીલાલ લાઢીયા (ઉં.વ. 33)ના પિતા ગામમાં આવેલી પોતાની ચાની કેબિનથી ચાલીને સામે આવેલી ગ્રાન્ડ રૂટ કંપની તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓટાળા ગામના પુલ પાસે ટંકારા-લતીપર હાઈવે પરથી પસાર થતી ક્રિષ્ના ટ્રાવેલ્સની બસ (નં. GJ-36-T-9312)ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક બસ હંકારી તેમને હડફેટે લીધા હતા. અકસ્માતમાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે તેમના પુત્રએ બસચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,790SubscribersSubscribe

TRENDING NOW