મોરબીના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ લીડસન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની જેમાબેન હરીશભાઈ સાવઇયા ઉ.21 નામના પરિણીતાને ગત તા.-10/10/2024ના રોજ અચાનક આંચકી ઉપડતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મૃતક પરિણીતાને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોધણી કરી છે.

