HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1) ટંકારાના હરબટીયાળી ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ટંકારા પોલીસે હરબટીયાળી ગામે બહુચરાજી માના મંદિર પાસે ખુલ્લા પટ્ટમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા કિશોરભાઇ છગનભાઇ મૂછડિયા, પ્રવીણભાઈ કલાભાઈ મોરડીયા, અરવિંદભાઈ ધનજીભાઈ મૂછડિયા, અશોકભાઈ મુળજીભાઈ સોલંકી અને અશોકભાઈ છગનભાઈ મકવાણાને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.17,400નો મુદામાલ મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કરી ટંકારા પોલીસે તે પાંચ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2) વાંકાનેરના મિલપ્લોટ પાસે વર્લીફીચરનો જુગાર રમતો શખ્સ પકડાયો

વાંકાનેરના મીલપ્લોટ ચોક પાસે મળેલ બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેડ મારતા વર્લીફીચરનો જુગાર રમતો અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.- 350 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3) મોરબીના ધરમપુર રોડ લાભનગર પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ધરમપુર રોડ લાભનગર સામે બાતમીના આધારે રેડ મારતા કેશુભાઈ રમેશભાઈ દેગામાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પ્રાપ્ત થયો હતો. મકાનમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-19 કુલ રૂ.-5,700 તથા બીયર ટીન નંગ-144 કુલ રૂ.- 20,100 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કરી, તે કેશુભાઈ આરોપીની પૂછપરછ કરતા તે આ મુદામાલ વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા કોળી સુરેન્દ્રનગરવાળા નામ ખુલ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

(4) મોરબીની જીકે હોટલ નજીક વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીની જીકે હોટલ નજીક પોલીસ દ્વારા રેડ મારતા તે સ્થળેથી બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડાને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-42 કુલ રૂ.-26,610 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5) મોરબીમાં માનસિક બીમારીથી પીડાતા યુવકે અંતે કંટાળીને આપઘાત કર્યો

મોરબીના વાવડી રોડ ભક્તિનગર -2 સોસાયટીમાં રહેતા મૂળ કોઠારિયાના વતની બ્રિજેશભાઈ લાખાભાઈ માખેલા ઉ.35 નામના યુવાનને છેલ્લા બે વર્ષથી માનસિક બીમારી પીડાતો હતો. આ બીમારીથી કંટાળી બ્રિજેશભાઈએ પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા લાખાભાઈએ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW