HomeGujaratમોરબીમાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જૂનાગઢ જેલમાં ધકેલાયો

મોરબીમાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જૂનાગઢ જેલમાં ધકેલાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂની અવેધ પ્રવૃત્તિને કાબૂમાં લાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત વાતાવરણમાં યોજવા માટે પોલીસે સક્રિય પગલાં લીધાં છે.

આ ક્રમમાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલા એક વ્યક્તિ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબીએ આ અરજીને મંજૂર કરીને ચંદ્રપુર હુસેનીચોક, સરકારી પ્રાથમિક શાળા પાસે રહેતા મહમદફીરદોશ ભાઈ મુનાફભાઈ જુણેજા (તા. વાંકાનેર, જિ. મોરબી)નું પાસા વોરંટ ઇસ્યુ કર્યું છે.

પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ કરી અને તેને પાસા એક્ટ હેઠળ તાત્કાલિક અટકાયતમાં લીધો છે. આરોપીને જુનાગઢ જિલ્લા જેલ હવાલે ખાતે ધકેલવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW