HomeGujaratહળવદના મયાપુરમાં જમીન વિવાદમાં ખેડૂત દંપતી પર હુમલો, 6 શખ્સો સામે પોલીસ...

હળવદના મયાપુરમાં જમીન વિવાદમાં ખેડૂત દંપતી પર હુમલો, 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ

હળવદ તાલુકાના મયાપુર ગામમાં રહેતા અને ખેતી કરતા બળદેવભાઈ ભુદરભાઈ કણઝારિયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે હળવદના દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ તેમજ અન્ય ચાર અજાણ્યા વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવ્યા છે.

ફરિયાદ મુજબ, આરોપીઓ બળદેવભાઈની વાડી પર આવી “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ગાળો આપી ઉશ્કેરાઈ જઈ બળદેવભાઈ અને તેમની સાથે રહેલી રમીલાબેન પર લાકડાના ધોકા અને ઢીકાપાટા વડે હુમલો કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW