મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી મુસ્લીમખાન સાહાબુદીનખાન, મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલ ડ્રાઇવિંગ કામ કરતો હોવા સાથે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી પસાર થવાનો છે.
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટીમ સાથે કાર્યવાહી હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના નાગપુર સ્થિત રામટેક આરટીઓ ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફરાર આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે સાહાબુદીનખાન (ઉ.વ. 30), રહે. ગામ નાગલા ઇશ્વરીસિંહ, તા. કામા, જી. ભરતપુર (રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ હસ્તગત કરી વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

