HomeGujaratરાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં મોરબીની વિદ્યાર્થીનીઓએ નૃત્યકલાનું પ્રદર્શન કર્યું

રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં મોરબીની વિદ્યાર્થીનીઓએ નૃત્યકલાનું પ્રદર્શન કર્યું

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા પર્વની ભવ્ય ઉજવણીમાં એકતા પરેડ દરમિયાન મોરબીની વિદ્યાર્થીનીઓ દ્વારા ભરતનાટ્યમ અને કથક નૃત્યની અદભૂત અને અતિ સુંદર પ્રસ્તુતિ કરી હતી જે સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે.

આ કાર્યક્રમમાં ભરતનાટ્યમ ટીમમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની 12 વિદ્યાર્થીનીઓ અને 1શિક્ષક તથા કથક ટીમમાં 9 વિદ્યાર્થીનીઓ અને 1 શિક્ષક એમ કુલ મળીને ૨૧ વિદ્યાર્થીનીઓ અને ૨ શિક્ષકોએ ભારતીય શાસ્ત્રીય નૃત્યની સુંદર રજૂઆત દ્વારા ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ જણાવતા કહ્યું કે ત્યાં અમારા દરેક માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા કલાકારો સાથે આ ભવ્ય રાષ્ટ્રીય મંચ પર પોતાની કલાનું પ્રદર્શન કરવું એ અમારા માટે એક યાદગાર અને ગૌરવપૂર્ણ અનુભવ રહ્યો હતો.શિક્ષણ સાથે સંસ્કૃતિ અને કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ શાળાના આચાર્ય, શિક્ષકઓ તથા તમામ કોઓર્ડિનેટરઓએ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW