HomeGujaratમોરબી સિરામિક ઉદ્યોગને દિવાળી પહેલા એક રાહતના સમાચાર છેલ્લા 6 મહિનાથી વધેલા...

મોરબી સિરામિક ઉદ્યોગને દિવાળી પહેલા એક રાહતના સમાચાર છેલ્લા 6 મહિનાથી વધેલા કન્ટેનરના ભાડામાં 50 ટકાનો ઘટાડો

ઈરાન અમેરિકા યુધ્ધની પરિસ્થિતિ જ્યારથી સર્જાઈ છે ત્યારથી મોરબીના સિરામિક ઉદ્યોગની જાણે માઠી બેઠી હોય તેમ લાગી રહ્યું હતું. એક તરફ પેટ્રોલિયમ પ્રોડક્ટના સતત વધી રહેલા ભાવને કારણે ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો હતો બીજી તરફ કન્ટેનરની શોર્ટેજને કારણે કન્ટેનરના ભાડાના 50 ટકાનો વધારો થયો હતો જેના કારણે યુરોપ લેટિન અમેરિકા અને ગલ્ફ દેશોમાં વેપારીઓ દ્વારા લાંબા સમયથી ઓર્ડર અટકાવી રાખેલા હતા જેના કારણે એક્સપોર્ટ ઠપ્પ થઈ ગયો હતો.

છેલ્લા 6 મહિનાથી બગડેલી પરિસ્થિતિમાં સુધારાની આશા વધી છે કારણ કે કન્ટેનર શોર્ટેજ ઘટ્ટ થવાને કારણે વધેલા ભાડામાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે પરિણામે છેલ્લા કેટલાય સમયથી લેટિન અમેરિકા ગલ્ફ દેશો અને યુરોપમાં 5000 ડોલર ભાડા ઘટીને 2500 ડોલર સુધી પહોંચી ગયા છે અને આ ભાડાના કારણે શિપિંગ ચાર્જ માં મોટા પાયે ઘટાડો થયો છે. છેલ્લા બે ત્રણ દિવસમાં આવેલા આ સુધારા ક્યાંક ને ક્યાંક અમેરિકા ઈરાન યુદ્ધના કારણે હોર્મોઝ સ્ટ્રીટ માંથી ઈરાન દ્વારા ભારતીય જહાજો તરફના નરમ વલણ માનવામાં આવી રહ્યું છે.

સ્થાનિક યુનિટમાં ઉત્પાદન વધારવાની તૈયારી શરૂ‎ ભાડામાં ઘટેલા દરોના આ સાનુકૂળ નિર્ણયથી મોરબીના સિરામિક ઉત્પાદકોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અટકેલા આંતરરાષ્ટ્રીય ઓર્ડરો ફરી શરૂ થતાં ઉત્પાદકોએ પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટો પૂર્ણ ક્ષમતા સાથે ચાલુ કરવાની કવાયત હાથ ધરી છે. જો આ જ રીતે શિપિંગ ભાડા નિયંત્રણમાં રહેશે તો આગામી દિવસોમાં મોરબીનું એક્સપોર્ટ ગત વર્ષના રેકોર્ડને પણ પાર કરી જવાની ઉદ્યોગકારો ધારણા રાખી રહ્યા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW