(1)ટંકારાના લજાઈ પાસે કારચાલકે બાઈકને હડફેટે લેતા એક નું મોત
ટંકારાના લજાઈ પાસે હોનેસ્ટ હોટલ સામે રોડ એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પોતાના હવાલાવાળી ફોરવ્હીલ કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જતા હતા.તે સમયે હોનેસ્ટ હોટલ નજીક બાઈકને હડફેટે લેતા બાઈકચાલક મનીષાબેનને માથામાં તથા પગમાં ઈજા પહોચાડી હતી અને બાઈક પર સવાર આનંદને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચાડી હતી.તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,આ બનાવ અંગે મનીષાબેને તે કારચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
(2)મોરબીના જાંબુડિયા ગામ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના જાંબુડિયા ગામ પાસે દારૂ સાથે વિપુલભાઈ બચુભાઈ બલોધરા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો કુલ રૂ.-300 મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(3)હળવદના સુંદરગઢ ગામે દારૂ સાથે શખ્સ પકડાયો
હળવદના સુંદરગઢ ગામના પાટીયા પાસે દારૂ સાથે વિજયભાઈ ભુપતભાઈ ડાભી ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ કુલ રૂ.-1750 નો મુદામાલ મળી આવ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(4)વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક અચાનક વૃદ્ધા ને હાર્ડ એટેક આવતા મોત
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે વ્રુદાવન હોટલ પાસે પાટણના વતની બબાભાઈ નાગજીભાઈ રબારી એ લઘુશંકા કરવા જતા તેને અચાનક જ હાર્ડ એટેક આવ્યો હતો,તેને આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો. જાવેદ મસાક પુત્રા એ આ બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
(5)મોરબીના ઘૂટું ગામમાંથી બાઈક ની ચોરી
મોરબીના રવાપર-ઘુનડા સમર્પણ એપાર્ટમેન્ટ માં રહેતા તરુણભાઈ ધીરજભાઈ કોરડીયા એ તેનું GJ-36-AK-6139 નંબર નું R15 બાઈક ઘુટુ ગામની સીમમા લગ્ધીરપુર રોડ પર આવેલ મજની ટાઇલ્સ સીરામીક કારખાનાના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું,ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ આવી ચોરી કરી નાસી ગયો હતો.આ મામલે તરુણભાઈ એ બાઈક ચોરી થવા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી

