મોરબીના રફાળેશ્વર ખાતે આવેલી વિનાયક કોર્પોરેશન નામની સીટ કવર બનાવતી ફેકટરીમાં કોઈ કારણસરઆગ ભભૂકી ઉઠી હતી પ્લાસ્ટિક મટીરીયલના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને બેકાબુ બની ગઈ હતી ઘટનાનીજાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી પાણીમારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો જોકે આગ વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા બીજી વાહન મોરબી તેમજ વાંકાનેર અને રાજકોટ 2 એમ કુલ 5 ફાયર બ્રાઉઝર મગાવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો આગ એટલી હદે વિકરાળ બની ગઈ હતી કે પાસે આવેલી ફેક્ટરી પણ તેની ઝપટમાં આવી ગઈ હતી જોકે ફાયર વિભાગે સતર્કતાથી ત્યાં પાણી મારો ચલાવતા મોટું નુકશાન થતું બચી ગયું હતું વિનાયક કોર્પોરેશનમાં આગનું પ્રમાણ મોટું હોવાથી મોટા પાયે નુકશાન થયું હતું ફાયર વિભાગની ટીમે સતત 17 કલાક સુધી ઓપરેશન ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો ઘટનામાં કોઈ જાન હાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,

