ભાદરવાના પ્રારંભ સાથે જ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના વિવિઘ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.સોમવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો અને તેના કારણે ચોમાસુ પાકને નવજીવન મળ્યું છે.જિલ્લામાં સોમવારે વરસાદી ઝાપટાં થી લઇ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.તો બીજા દિવસે પણ મેઘ સવારી યથાવત રહી હતી.મોરબી જિલ્લાના ત્રણ તાલુકા માં સવારે 6થી8 દરમિયાન એક ઇંચથી લઇ દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.તાલુકા મુજબ જોઈએ તો મોરબીમાં સવારે બે કલાકમાં 29મીમી, ટંકારામાં 35મીમી અને વાકાનેરમાં 24 મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે હળવદમાં માત્ર 6મીમી વરસાદ નોધાયો હતો તો માળિયામાં કોઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હતો.

