HomeGujaratમોરબીમાં એકોર્ડ ગૃપના ફાઉન્ડરની પ્રથમ માસિક પુણ્યતિથિએ પરિજનો એ કરી શહેરના માર્ગોની...

મોરબીમાં એકોર્ડ ગૃપના ફાઉન્ડરની પ્રથમ માસિક પુણ્યતિથિએ પરિજનો એ કરી શહેરના માર્ગોની સફાઈ

મોરબી સિરામિક મેન્યુ એસોસિએશનના પુર્વ પ્રમુખ એકોર્ડ ગૃપના ફાઉન્ડર ચેરમેન તેમજ સમાજસેવક સ્વ. નરભેરામભાઇ માવજીભાઈ સરડવાનીતા. ૯/૧૧/૨૦૨૬ના સોમવારના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિએ  હોય અને આ પ્રથમ માસિક પુણ્યતિથિએ એકોર્ડ ગૃપ દ્વારા મહાસફાઇ અભિયાન થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.દિવાળીના પાવન પર્વ પર કરવામાં આવી રહ્યું છે આ મહાસફાઇ અભિયાન મોરબી શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ થી સર્કીટ હાઉસ સુધીના રોડ ઉપર જેસીબી મશીન , ટ્રેક્ટર તેમજ બહોળી સંખ્યામાં સરડવા પરિવારના સભ્યો સાથે ફેક્ટરીના શ્રમિકો સાથે મળી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અભિયાનમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગિતાબેન રૈયાણી તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ના ચેરમેન રમાબેન કેતનભાઈ બોપલિયા,સાથે સિરામિક મેન્યુ એસોસિએશન ના પ્રમુખ  નરેન્દ્રભાઇ સંઘાતના માર્ગદર્શન થી આ અભિયાનનુ આયોજન કરવામાં આવ્યું છે સાથે ખીમજીભાઈ સરડવા,ચતુરભાઇ સરડવા, ભરતભાઈ સરડવા, કિશોરભાઈ સરડવા તેમજ સાગરભાઇ સરડવાની સાથે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW