HomeGujaratમોરબીમાં નવા બનેલ બસ સ્ટેશનનું આજે કોંગ્રેસ લોકાર્પણ કરશે,વાહન વ્યવહાર મંત્રીને લખ્યો...

મોરબીમાં નવા બનેલ બસ સ્ટેશનનું આજે કોંગ્રેસ લોકાર્પણ કરશે,વાહન વ્યવહાર મંત્રીને લખ્યો પત્ર

મોરબી શહેરની મધ્યમાં આવેલા નવા બસ સ્ટેશનનું 5.43 કરોડના ખર્ચે નવનીકરણ કરવામાં આવ્યું છે.આ બસ સ્ટેશનનું મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે માત્ર ગણ્યું ગઠયું કામ લોકાર્પણ વાકે અટકી પડ્યું છે. જેના કારણે હાલ મુસાફરો આવા કાળા તડકામાં સેકવવા મજબુર છે બસ સ્ટોપ તૈયાર છે પણ ત્યાં હજુ બસ આવતી નથી કે પછી ત્યાં મુસાફરોને બેસવું હોય તો તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી નથી જેના કારણે નવું નકોર બસ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે. અને જે ડેપોનું લોકાર્પણ ફેબ્રુઆરી માર્ચમાં લોકાર્પણ થવાનું હતું તે બસ સ્ટેશનનું મે મહીના 10 દિવસ પૂર્ણ થવા છતાં હજુ કોઈ ઠેકાણા નથી ત્યારે આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ મેદાનમાં આવી છે અને તેમના દ્વારા વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાખોના ખર્ચે બનાવેલ બસ સ્ટેશન શરુ કરવામાં આવ્યું નથી. જેથી આગામી 13 મે ના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને તેમાં વાહન વ્યવહાર મંત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW