HomeGujaratટંકારામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

ટંકારામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

ટંકારા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ બંને આરોપીઓ સામે પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની બે અલગ-અલગ ટીમો બનાવી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં વશરામભાઈ નારણભાઈ સાટકા (ઉ.વ. 30), રહે. ગઢડા ગામ, તા. પડધરી, જી. રાજકોટને તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પાસા હેઠળ ડિટેઇન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

જ્યારે અન્ય આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ રાજાભાઈ ફાંગલીયા (ઉ.વ. 21), રહે. વાછકપર (બેડી), તા. ટંકારા, જી. મોરબીને દેહગામ તાલુકાના હીલોલ ગામેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને પણ પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW