HomeGujaratમોરબીમાં પરણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં પરણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ

મોરબી શહેરમાં પિયરમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં પિયરમાં રહેતા મિલનબેન રામજીભાઈ ગોજીયાએ પતિ હિતેશ ઉર્ફે જીતુ અરજણભાઈ કરંગીયા અને સાસુ મણીબેન અરજણભાઈ કરંગીયા, બંને જામનગરના રહેવાસી, વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, પતિ અને સાસુ દ્વારા અવારનવાર નાની-નાની બાબતોને લઈને પરિણીતાને હેરાન-પરેશાન કરવામાં આવતી હતી. આ ઉપરાંત તેને શારીરિક અને માનસિક રીતે દુઃખ-ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે મિલનબેને મોરબી મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW