HomeGujaratમોરબીના ઘુટુ રોડ પર AC રિપેરિંગની દુકાનમાં તસ્કરોનો હાથફેરો: રૂ. 1.80 લાખની...

મોરબીના ઘુટુ રોડ પર AC રિપેરિંગની દુકાનમાં તસ્કરોનો હાથફેરો: રૂ. 1.80 લાખની કિંમતના કોપર વાયરની ચોરી

મોરબીના ઘુટુ રોડ પર આવેલી એ.સી. રિપેરિંગની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી અંદાજે રૂ. 1.80 લાખની કિંમતનો કોપર વાયર ચોરી લીધો હોવાની ઘટના સામે આવી છે. તસ્કરો દુકાનની પાછળની બારીના લોખંડના સળિયા તોડી અંદર પ્રવેશ્યા હતા અને આશરે 100 કિલો કોપર વાયર તથા કેબલ લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કૌશિકભાઈ ત્રિભોવનભાઈ પટેલ (ઉંમર 42)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, કૌશિકભાઈની ડાયમંડ રેફ્રીજરેશન નામની દુકાન બંધ હોય તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ દુકાનની પાછળ આવેલી લોખંડની બારીના સળિયા તોડી ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં રાખેલા નવા શુદ્ધ કોપર વાયરના ફીંડલા તેમજ નાના-મોટા કોપર વાયરના ટુકડા મળી કુલ અંદાજે 100 કિલો જેટલો માલ ચોરી કરી લીધો હતો.

ચોરાયેલા કોપર વાયર અને કેબલની કુલ કિંમત આશરે રૂ. 1,80,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW