HomeNationalપુંછ આતંકી હુમલા કેસમાં 12 શખ્સો કસ્ટડીમાં, ગ્રામજનો ઈદની ઉજવણીથી રહ્યા...

પુંછ આતંકી હુમલા કેસમાં 12 શખ્સો કસ્ટડીમાં, ગ્રામજનો ઈદની ઉજવણીથી રહ્યા અળગા

જમ્મુ કશ્મીરના પૂંછ સેક્ટરમાં બે દિવસ પહેલા આર્મી જવાનોની ટ્રક પર આતંકી હુમલો થયો હતો જેમાં ભારતીય સેનાના 5 જેટલા જવાનો શહીદ થયા હતા. આ ઘટના ત્યારે બની હતી જયારે રાષ્ટ્રીય રાયફલના જવાનો પૂંછ જિલ્લાના સાંગાયટી ગામના લોકો દ્વારા કરવામાં આવેલ ઇફતારનું આયોજન કર્યું હતું અને જેમાં આ હુમલાનો ભોગ બનેલા જવાનો ઇફતાર માટે ફળ અને જરૂરી સામાન લઈને જતા હતા આ હુમલાની ઘટના બાદ એક નેશનલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં 12 શખ્સોને કસ્ટડીમાં લઇ લેવાયા છે અને સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ બાટા-ડોરિયા વિસ્તારના ગાઢ જંગલમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ડ્રોન અને સ્નિફર ડોગ, હેલિકોપ્ટર વડે આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના સાંગીયોટે ગામના લોકો આજે એટલે કે શનિવારે સેનાની ટ્રક પર થયેલા આતંકી હુમલાને કારણે ઈદની ઉજવણી નહીં કરે. ઈફ્તાર પાર્ટી માટે રાષ્ટ્રીય રાઈફલ્સના યુનિટે આ વ્યવસ્થા કરી હતી.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ સાંગીયોટે ગામમાં સાંજે 7 વાગ્યે થવાનો હતો. જેમાં 4 હજારથી વધુ લોકો ભાગ લેવાના હતા.

સંગીયોત પંચાયતના સરપંચ મુખ્તિયાઝ ખાને કહ્યું કે તેઓ પણ ઈફ્તારમાં આમંત્રિત લોકોમાં હતા. તેમણે શુક્રવારે કહ્યું કે જ્યારે અમારા પાંચ જવાન શહીદ થઈ ગયા છે તો આવી સ્થિતિમાં અમે ઈફ્તાર કેવી રીતે મનાવી શકીએ. જ્યારે અમને સમાચાર મળ્યા ત્યારે ગામમાં નિરાશા છવાઈ ગઈ. અમે પણ ત્યાં જવા માગતા હતા, પરંતુ પોલીસ અને સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. તેમણે કહ્યું કે ગ્રામીણ શનિવારે ઈદની ઉજવણી નહીં કરે. અમે માત્ર નમાઝ જ અદા કરીશું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW