HomeGujaratહળવદ-માળીયા પોલીસે રૂ. 3.08 કરોડના જપ્ત વિદેશી દારૂનો કર્યો નાશ

હળવદ-માળીયા પોલીસે રૂ. 3.08 કરોડના જપ્ત વિદેશી દારૂનો કર્યો નાશ

મોરબી જિલ્લાના હળવદ અને માળીયા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2025-26 દરમિયાન પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે. પોલીસ, રેવન્યુ અને નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં સરકારી પંચો સમક્ષ સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ અને માળીયા (મી.) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલે જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જપ્ત કરાયેલ દારૂનો જથ્થો સુખપર ગામની સીમ વિસ્તારમાં ડેમ તરફ જવાના રસ્તે આવેલી પડતર જમીન પર લઈ જઈ તેનો નાશ કરાવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 67 ગુનાઓમાંથી જપ્ત કરાયેલી 35,446 વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન, જેની અંદાજિત કિંમત રૂ. 1.08 કરોડથી વધુ થાય છે, તેમજ માળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 22 ગુનાઓમાંથી જપ્ત કરાયેલી 35,491 વિદેશી દારૂની બોટલ, જેની કિંમત રૂ. 1.99 કરોડથી વધુ છે, તેનો નાશ કરવામાં આવ્યો હતો.

આમ, બંને પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025-26 દરમિયાન જપ્ત કરાયેલી કુલ 70,937 વિદેશી દારૂની બોટલ અને ટીન, જેની કુલ કિંમત રૂ. 3,08,87,354 થાય છે, તેને તોડી-ફોડી કાયદેસરની પ્રક્રિયા મુજબ નષ્ટ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW