HomeGujaratવાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે પોલીસની ફરજમાં અવરોધ અને ધમકી બદલ બે શખ્સ...

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે પોલીસની ફરજમાં અવરોધ અને ધમકી બદલ બે શખ્સ સામે ફરિયાદ દાખલ

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક ફરજ દરમિયાન પોલીસ સાથે બોલાચાલી કરી કાયદેસરની ફરજમાં અવરોધ ઉભો કરવાના આરોપસર બે શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલાભાઈ રબારી સહિતનો પોલીસ સ્ટાફ જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક નિયંત્રણની ફરજ બજાવી રહ્યો હતો. તે દરમિયાન GJ-23-EL-7 નંબરની એક્ટિવા રોંગ સાઈડમાં આવતી જોવા મળતાં પોલીસે ચાલકને રોકી યોગ્ય માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

આ દરમિયાન એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલા સતુભા ઝાલા (રહે. વાંકાનેર) ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીઓએ પોલીસની ફરજમાં અવરોધ ઉભો કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 221, 352, 351(2), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW