HomeGujaratમોરબીમાં બસ અને બાઇક વચ્ચે ટક્કર, બાઇક ચાલક નું હેમરેજથી મોત

મોરબીમાં બસ અને બાઇક વચ્ચે ટક્કર, બાઇક ચાલક નું હેમરેજથી મોત

મોરબીના ત્રાજપર થી શોભેશ્વર રોડ પર નેશનલ હાઇવે ના સર્વિસ રોડ પર એક બાઈક અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બાઈક ચાાલક નેમાથામાં ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથક માં મૃતકના ભાઈ એ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

મોરબી ના ત્રાજપર થી શોભેશ્વર રોડ પર નેશનલ હાઇવે ના સર્વિસ રોડ પર GJ-36-H-4056 નંબરની બાઈક અને GJ-36-V-1546 નંબર ની બસ વચ્ચે ટક્કર થઈ હતી. આરોપી બસ ચાલકે પોતાના હવાલાવાળી બસ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ફરીયાદી જયેશભાઈ ના ભાઈ હિતેશભાઈના મોટર સાઈકલને આગળથી ઠોકર મારી હતી.આ અકસ્માતના કારણે હિતેશભાઈને માથાના ભાગે , મોઢાના ભાગે, નાકમાં તથા દાઢીમાં સામાન્ય અને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. માથા માં હેમરેજથી હિતેશભાઈનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની બેદરકારીથી વાહન ચલાવી ઈજા પહોંચાડવા અંગે મુજબ ગુનો નોંધવામાં આવતો હોય છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW