અમદાવાદ સીટી પોલીસના એમટી શાખાની જીજે 18 જીએ 3510 નંબરની બસમાં પોલીસ પાર્ટી પાસાના આરોપીને ભુજ જિલ્લા જેલ ખાતે લઇ જતી હતી તે દરમિયાન હળવદ માળિયા રોડ પર આવેલ દેવળિયા ચોકડી પાસે રાત્રીના સમયે અચાનક કોઈ અજાણ્યું વાહન આડે પડ્યું હતું જેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ડીવાઈડર સાથે અથડાઈ થાંભલા સાથે ભટકાઈ હતી બનાવમાં બસમાં સવાર કેદીઅને પોલીસ જવાનને સામાન્ય ઈજા પહોચી હતી તો બસના આગળના ભાગે નુકસાન થયું હતું બનાવ અંગે હળવદ પોલીસે જાણવા જોગ દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

