કચ્છ જિલ્લામાં આવેલ માતાના મઢ ખાતે આસો નવરાત્રી નિમિતે લાખોની સંખ્યામાં માતાના ભક્તો પદયાત્રાએ જતા હોય છે. ત્યારે આવા ભક્તોને રસ્તામાં આરામ સાથે ભોજન અને ભજનની વિવિધ સેવાભાવી સંસ્થાઓ વ્યવસ્થા કરતી હોય છે ત્યારે મોરબીના પવનસુત ગ્રુપ દ્વારા આશાપુરા માતાનાં મઢ જતા પદ-યાત્રિકો તથા સંઘ માટે તા. ૧૮/૦૯/૨૦૨૨ થી ૨૨/૦૯/૨૦૨૨ સુધી ભચાઉ થી ૨૦ કી.મી આગળ દુધઈ વાળા રોડઉપર ચામુંડા હોટેલની સામે બુઢારમોરા ગામની બાજુ માં રહેવા, જમવા, આરામ કરવા અને મેડિકલ કેમ્પની સુવિધા સાથે આ કેમ્પનું આયોજન કર્યું છે આ ગ્રુપ છેલ્લા ૧૨ વર્ષથી આ રીતે સેવા ભાવનું કામ કરે છે ત્યારે ધર્મ પ્રેમીને કેમ્પમાં લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્ય છે. વધુ માહિતી માટે માઈ ભક્તોને mo.૯૭૨૭૪૧૫૦૪૨, ૯૯૧૩૨૫૩૭૩૦, ૯૯૨૫૮૮૪૧૨૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

