HomeGujaratમોરબી મનપાની વિશેષ નાઈટ ડ્રાઈવ: ફૂટપાથ પર રહેતા 22 નિરાધાર લોકોને મહારાણી...

મોરબી મનપાની વિશેષ નાઈટ ડ્રાઈવ: ફૂટપાથ પર રહેતા 22 નિરાધાર લોકોને મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં આશ્રય અપાયો

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. (UCD) શાખા દ્વારા આશ્રયવિહોણા અને નિરાધાર લોકોને સુરક્ષિત આશ્રય ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા સંચાલિત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં ઘરવિહોણા લોકોને નિઃશુલ્ક રહેવા, ભોજન તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આશ્રયગૃહનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત સિદ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

ગત 22 જૂન, 2026ની રાત્રે મહાનગરપાલિકાના કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી. શાખા તથા સંસ્થાના સ્ટાફે શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન સઘન અભિયાન હાથ ધર્યું હતું. અભિયાન દરમિયાન ફૂટપાથ, જાહેર સ્થળો અને ખુલ્લી જગ્યાઓ પર વસવાટ કરતા લોકોનો સંપર્ક કરી તેમને આશ્રયગૃહમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ ત્યાં રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ખુલ્લામાં રહેતા લોકોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન કુલ 22 ઘરવિહોણા વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવારજનો સાથે સલામત રીતે મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં ખસેડવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના કમિશનરે વધુમાં વધુ જરૂરિયાતમંદ અને આશ્રયવિહોણા લોકો આ આશ્રયગૃહની સેવાઓનો લાભ લે તેવી અપીલ કરી છે. આશ્રયગૃહ અંગે વધુ માહિતી મેળવવા માટે મોબાઇલ નંબર 97265 01810 પર સંપર્ક કરી શકાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,430SubscribersSubscribe

TRENDING NOW