મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડને મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે કણકોટ ગામના સ્મશાન નજીક આવેલા કૃષ્ણા પાન પાર્લરની પાછળ જાહેર જગ્યામાં તપાસ કરતાં અર્જુનસિંહ ગિરિરાજસિંહ ઝાલા (ઉ.વ. 24), રહે. કણકોટ, તા. વાંકાનેર, જિ. મોરબીના કબજામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે 750 એમ.એલ.ની વિવિધ બ્રાન્ડની કંપની સીલ પેક 22 બોટલો, જેની કિંમત રૂ. 15,275 થાય છે, તેમજ 180 એમ.એલ.ની વિવિધ બ્રાન્ડની કંપની સીલ પેક 202 બોટલો, જેની કિંમત રૂ. 25,250 થાય છે, એમ કુલ રૂ. 40,525નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

