HomeGujaratમોરબીના બગથળા ગામે પાણીના ટાંકામાં પડી જતાં મહિલાનું મૃત્યુ

મોરબીના બગથળા ગામે પાણીના ટાંકામાં પડી જતાં મહિલાનું મૃત્યુ

મોરબી જિલ્લાના બગથળા ગામે એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. ગામના રહેવાસી લીલાવતીબેન મગનભાઈ સાણંદીયા (ઉ.વ. 55)નું પાણીના ટાંકામાં પડી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, લીલાવતીબેન ગઈકાલે બપોરે આશરે સાડા બાર વાગ્યાના સમયે પોતાના ઘરે હતા, ત્યારે અકસ્માતે ઘરના પાણીના ટાંકામાં પડી ગયા હતા. ટાંકામાં ડૂબી જવાથી તેમની સ્થિતિ ગંભીર બની હતી. બાદમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કાર્ય હતા. આ બનાવ અંગે પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,410SubscribersSubscribe

TRENDING NOW