મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ આવતાં વિસ્તારોમાં 11 કે.વી. વીજ લાઇન તેમજ અન્ય જાળવણી સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલે, તા. 14 જૂન 2026ના રોજ નિર્ધારિત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે.
ગોપાલ ફીડર:-
અસરગ્રસ્ત વિસ્તારો: રોટરીનગર, રિલીફનગર, રામકૃષ્ણનગર, વર્ધમાનનગર, વિદ્યુતનગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક, ભારતનગર, અરૂણોદયનગર, મોરબી કોર્ટ વિસ્તાર, તાલુકા સેવા સદન, જનકલ્યાણનગર, અનંતનગર, સરસ્વતી સોસાયટી, હરિ પાર્ક, ગિરિરાજ સોસાયટી, વિકાસ ચેમ્બર, કુળદેવી પાન નજીકનો વિસ્તાર સહિત આસપાસના વિસ્તારો સવારે 7:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
ચિત્રકૂટ ફીડર:-
અસરગ્રસ્ત વિસ્તારો: નવી અને જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવળ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસપરા, ચાર ગોડાઉન વિસ્તાર તેમજ જૂનો ડેલા રોડ, મચ્છી માર્કેટ રોડ, નવયુગ શોરૂમની બંને બાજુના રસ્તાઓ, સુપર ટોકીઝથી રેલવે સ્ટેશન સુધીનો વિસ્તાર, ચિત્રકૂટ સિનેમા, કુબેરનગર અને તેની આસપાસના વિસ્તારો સવારે 7:00 થી બપોરે 2:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

