HomeGujaratમાળીયાના વિરવિદરકા પાદરમાંથી ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ

માળીયાના વિરવિદરકા પાદરમાંથી ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ

મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે મળેલી ગુપ્ત બાતમીના આધારે માળીયા (મીં.) તાલુકાના વિરવિદરકા ગામ નજીક કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી મુજબ એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશી બનાવટનું હથિયાર લઈને ફરી રહ્યો હોવાની માહિતી મળી હતી.

આ માહિતીના આધારે પોલીસે વિરવિદરકા ગામના પાદરમાં તપાસ કરતા અસગર ઉર્ફે અબુ દાઉદભાઈ જેડા (ઉ.વ. 45), રહે. હાલ વિરવિદરકા, તા. માળીયા (મીં.)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી અંદાજિત રૂ. 5,000 કિંમતની એક દેશી હાથ બનાવટની લોખંડની જામગરી બંદૂક મળી આવી હતી. પોલીસે હથિયાર કબજે કરીને આરોપી વિરુદ્ધ માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,410SubscribersSubscribe

TRENDING NOW