HomeGujaratગોરખીજડીયા પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્સવ, ભૂલકાઓનું સ્કૂલ કીટ આપી સ્વાગત કરાયું

ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્સવ, ભૂલકાઓનું સ્કૂલ કીટ આપી સ્વાગત કરાયું

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આજે ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં નવા પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું સ્વાગત કરી તેમને સ્કૂલ કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના અધ્યક્ષ અશ્વિનભાઈ ગોરીયા, ગામના આગેવાનો, વડીલો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને પ્રવેશોત્સવની ઉજવણી કરી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ તરફથી અર્પણ કરાયેલ સંસ્કૃત કક્ષાનું ઉદ્ઘાટન સરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પંકજભાઈ ઠોરીયાએ તમામ વિદ્યાર્થીઓ માટે પાણીપુરીના ભોજનની વ્યવસ્થા કરી હતી. બાળકો અને ઉપસ્થિતોએ આનંદપૂર્વક નાસ્તો માણ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,430SubscribersSubscribe

TRENDING NOW