મોરબી સિટી એ-ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, રવાપર જૂના ગામ ખાતે રામજી મંદિર પાછળની શેરીમાં કેટલાક શખ્સો જાહેરમાં કુંડાળું વળી જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્રભાઈ ડાયાભાઈ ચાડમીયા, લખમણભાઈ વાલજીભાઈ માકાસણા, તનસુખભાઈ જેમલભાઈ વાછાણી, ભરતભાઈ અખાભાઈ સુથાર, રાકેશભાઈ જીવરાજભાઈ લો અને સંજયભાઈ ચતુરભાઈ કાસુંદ્રાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મોરબીના રવાપર વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી રૂ. 22,500ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

