HomeGujaratમોરબીમાં શિક્ષિકાને માનસિક ત્રાસ આપતા પતિ અને સાસુ-સસરા સહિત 5 સામે ફરિયાદ

મોરબીમાં શિક્ષિકાને માનસિક ત્રાસ આપતા પતિ અને સાસુ-સસરા સહિત 5 સામે ફરિયાદ

મોરબીની શ્રીરામ સોસાયટીમાં રહેતા અને મોટા દહીસરા પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પુનમબેન બ્રિજેશભારથી ગોસ્વામીએ પોતાના પતિ સહિત પાંચ સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, તેમના પતિ બ્રિજેશ કિશોરભારથી ગોસ્વામી, સાસુ હંસાબેન, સસરા કિશોરભારથી લાલભારથી ગોસ્વામી, જેઠ ધર્મેશ ભારથી કિશોરભારથી ગોસ્વામી (તમામ રહેવાસી શ્રીરામ સોસાયટી, મોરબી) તેમજ નણંદ નિરાલીબેન રિતેશપરી ગોસ્વામી (રહેવાસી આદિપુર, કચ્છ) દ્વારા લગ્નજીવન દરમિયાન વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

ફરિયાદમાં જણાવાયું છે કે, ઘરકામ જેવી નાની-મોટી બાબતોને લઈને ઝઘડા કરવામાં આવતા હતા. ઉપરાંત, ફરિયાદીને ત્રણ પુત્રીઓ હોવા છતાં પુત્ર ન હોવાના મુદ્દે સતત મેણાટોણા મારવામાં આવતા અને અપમાનિત કરવામાં આવતી હતી. આરોપીઓ એકબીજાને ઉશ્કેરી ફરિયાદીને હેરાન-પરેશાન કરતા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW