મોરબી જિલ્લામાં દારૂ બંધી કાયદાની અમલવારી કરવા બ ભુજ બોર્ડર રેન્જ આઈજી અને એસપી મુકેશ કુમાર પટેલની સુચના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે વાંકડા ગામની સીમમાં કાચા રસ્તેથી પોલીસે લાખોની કિંમતનો દેશી દારૂ અને એક કાર સહિત કુલ રૂપિયા ૫.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા અને સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહિબિશન અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, “એક સફેદ કલરની મહેન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની TUV 300 કારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ભરીને માળિયા (મિં) તરફથી મોરબી તરફ આવી રહી છે.“ચોક્કસ હકીકતના આધારે પોલીસે વાંકડા ગામની સીમમાં વોચ ગોઠવી રેડ કરી હતી. દરમિયાન નંબર પ્લેટ વિનાના મહેન્દ્રા TUV 300 કારનો ચાલક પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા તથા મોરબી તાલુકા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
કબ્જે કરાયેલો મુદ્દામાલ:
-
દેશી દારૂ: ૮૦૦ લીટર (કિંમત રૂ. ૧,૬૦,૦૦૦/-)
-
મહેન્દ્રા TUV 300 કાર: (નંબર પ્લેટ વગરની, કિંમત રૂ. ૪,૦૦,૦૦)
-
કુલ મુદ્દામાલ: રૂ. ૫,૬૦,૦૦૦/-

