સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સ્પાઈસ જેટ પ્લેનનું ટાયર ફાટી ગયું હતું. આ વિમાને દિલ્હીથી ઉડાન ભરી હતી. જો કે, મોટી દુર્ઘટના ટળી હતી અને પ્લેન રનવે પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું. મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ સ્પાઈસ જેટ પ્લેનના ટાયરમાં ખામી જોવા મળી હતી. એવું કહેવામાં આવ્યું છે કે એરક્રાફ્ટનું ટાયર ફાટી ગયું હતું અને તેની હવા નીકળી ગઈ હતી
SpiceJet B737-800 aircraft operated flight SG-8701 (Delhi – Mumbai). Aircraft landed safely on runway. On landing, after vacating runway, one tyre was found deflated. No fumes or smoke was reported. Aircraft was parked at designated bay as advised by ATC: SpiceJet Spokesperson pic.twitter.com/LyShy2tK42
— ANI (@ANI) August 29, 2022
કંપનીએ સોમવારે આ જાણકારી આપી. એરલાઇન સ્પાઇસજેટના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીથી આવતા વિમાનમાંથી મુસાફરોને સામાન્ય રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. તેણે પ્લેનમાં મુસાફરોની સંખ્યા શેર કરી ન હતી. “29 ઓગસ્ટ, 2022 ના રોજ, સ્પાઈસજેટ B737-800 એરક્રાફ્ટ ફ્લાઇટ SG-8701 (દિલ્હી-મુંબઈ) ચલાવે છે,” એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું. પ્લેન રનવે 27 પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. નિવેદન અનુસાર, ‘વિમાનના ઉતરાણ વખતે એક ટાયરમાં ખામી હોવાનું જણાયું હતું. કોઈ ધુમાડો નોંધાયો ન હતો. એરલાઈને કહ્યું કે, “વિમાનના પાઈલટને લેન્ડિંગ દરમિયાન કોઈ અસામાન્ય સ્થિતિનો અનુભવ થયો ન હતો. એર ટ્રાફિક કંટ્રોલરની સલાહ મુજબ એરક્રાફ્ટ નિર્ધારિત જગ્યાએ પાર્ક કરવામાં આવ્યું હતું.

